ikhedut 2.0 Portal Gujarat : ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ખેડૂતોને વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે એક નવું ikhedut 2.0 Portal તૈયાર કર્યું છે. આ પોર્ટલની ખાસ વાત એ છે કે તે ખેડૂતોને તેમના ઘરેથી જ યોજનાની તમામ માહિતી અને અરજીની સુવિધા ડિજિટલ રીતે પૂરી પાડે છે.
આ પોર્ટલનું ઉદ્ઘાટન ૨૪-૦૪-૨૦૨૫ ના રોજ રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા, ખેડૂતો હવે સમયસર અને પારદર્શક રીતે યોજનાનો લાભ મેળવી શકશે.
ikhedut 2.0 પોર્ટલ માટેની અંતિમ તારીખ
વર્ષ 2025-26 માટે કૃષિ વિભાગની વિવિધ સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ 24-04-2025 થી 15-05-2025 સુધી ખુલી છે. એટલે કે, ખેડૂતોને કુલ 22 દિવસનો સમય આપવામાં આવ્યો છે જે દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિ દ્વારા અરજી કરી શકે છે.
ikhedut 2.0 પોર્ટલ નોંધણી ફરજિયાત
ખેડૂતો માટે અરજી કરતા પહેલા નવા પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. નોંધણી દરમિયાન મોબાઈલ નંબરનો સમાવેશ કરવો જરૂરી છે, જેથી OTP દ્વારા ઓળખ ચકાસી શકાય. નોંધણી કરાવ્યા પછી, ખેડૂત પોતાના યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગ ઇન કરીને અરજી પ્રક્રિયામાં આગળ વધી શકે છે.
ikhedut 2.0 પોર્ટલના ફાયદા
i-Khedut 2.0 પોર્ટલ ખેડૂતોને વિવિધ રીતે લાભ આપે છે
- ઓનલાઈન અને સમયસર અરજી
- પારદર્શક પ્રક્રિયા દ્વારા પસંદગી
- ઘરે બેઠા અરજીની સ્થિતિનું ટ્રેકિંગ
- જાહેર યાદી અને ડ્રો પ્રક્રિયા
- મોબાઇલ પર SMS અને ઇમેઇલ દ્વારા માહિતી
આ બધી સુવિધાઓ સાથે, હવે ખેડૂત પોતે અરજી કરી શકશે અને કોઈની મદદ વગર તેનો લાભ મેળવી શકશે.
ikhedut 2.0 પોર્ટલ મહત્વપૂર્ણ છે
- અરજી કરતી વખતે ખોટા દસ્તાવેજો અપલોડ કરવાથી અરજી અસ્વીકાર થઈ શકે છે.
- અરજી કર્યા પછી રસીદ રાખો.
- અરજી કર્યા પછી પણ સમયાંતરે પોર્ટલ તપાસો અને જુઓ કે અરજીની સ્થિતિ શું છે.
- જો તમને કોઈ પ્રશ્નો હોય, તો તાલુકા કૃષિ અધિકારી અથવા જિલ્લા કૃષિ કચેરીનો સંપર્ક કરો.
આ નવીન i-Khedut 2.0 Portal (ikhedut 2.0 પોર્ટલ) ખેડૂતો માટે એક મોટી સિદ્ધિ છે. તે ડિજિટલ યુગ સાથે આગળ વધીને ખેડૂતોને યોજનાના લાભો સરળ, ઝડપી અને પારદર્શક રીતે પૂરા પાડવા માટે તૈયાર છે.
ikhedut 2.0 પોર્ટલ યોજનાઓ
- ખેતીની સાધનસામગ્રી: ટ્રેક્ટર, પ્લાઉ, રોટાવેટર, પાવર ટીલર, પાવર થ્રેસર, પોટેટો પ્લાન્ટર/ડીગર, કમ્બાઇન હાર્વેસ્ટર, પેડી ટ્રાન્સ પ્લાન્ટર વગેરે.
- મશીનરી અને ટૂલ્સ: કસ્ટમ હાયરિંગ સેન્ટર, ફાર્મ મશીનરી બેંક, ગ્રાઉન્ડનટ ડીગર, રાઈડ ઓન ટૂલબાર, મલ્ટીપર્પઝ સાધનો.
- પ્રોસેસિંગ અને સ્ટોરેજ: મિલેટ પ્રોસેસિંગ યુનિટ, પાક મૂલ્ય વૃદ્ધિ, પાક સંગ્રહ ગોડાઉન.
- એગ્રો સર્વિસીસ અને સપોર્ટ: વનબંધુ/એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ, સ્માર્ટફોન ખરીદી સહાય, ડ્રોન છંટકાવ.
- ઈલેક્ટ્રોનિક અને સોલાર સાધનો: સોલાર પાવર કિટ, ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, વિનોવીંગ ફેન.
- પાણી અને પાઈપલાઇન: વોટર કેરીંગ પાઈપલાઈન, પંપ સેટ્સ.
- જમીન અને ખેતીના સાધનો: લેન્ડ લેવલર, લેસર લેન્ડ લેવલર, હેરો, સબસોઇલર.
- અન્ય: તાડપત્રી, માલ વાહક વાહન, પ્લાન્ટર/ડ્રીલ (તમામ પ્રકારના), બ્રશ કટર, પોસ્ટ હોલ ડીગર, કૃષિ સુરક્ષા સાધનો વગેરે.
ikhedut 2.0 પોર્ટલ યોજનાઓ માટે જરુરી ડોક્યુમેન્ટ
ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના માટે ખેડૂતોને ઘરબેઠાં લાભ મળે તે માટે ikhedut 2.0 નવું પોર્ટલ તૈયાર કરાયું છે..
- આધાર કાર્ડ
- 7/12/8 અ ઉતારા
- બેંક પાસબુક
- જાતિનો દાખલો (SC/ST માટે)
- ખેડૂતને પોર્ટલ પર નોધણી કરેલી હોવી જોઈએ.
- નોંધણી માટે મોબાઈલ નંબર ફરજિયાત છે.
- નોંધણી પછી જ ખેડૂત અરજી કરી શકે છે.
ikhedut 2.0 અરજી કેવી રીતે કરવી?
આઈ ખેડૂત ના નવા પોર્ટલ પર જવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
- આઈ ખેડૂતની જૂના પોર્ટલની લિન્ક ખોલો (https://ikhedutservice.gujarat.gov.in/)
- ત્યારબાદ Menu માંથી યોજનાઓ ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને નવા Ikhedut 2.0 portal પર રીડાયરેક્ટ થશે.
- અથવા ડાઇરેક્ટ લિંક કોપી કરો https://ikhedut.gujarat.gov.in/site/
- નવા આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- ડાબી બાજુ આપેલા લોગીન બટન પર ક્લિક કરો.
- લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો.
- હવે તમને નવી ખેડૂત નોધણી કરી શકશો.
- નીચે આપેલ ફાઈલમાં જોઈને નવા પોર્ટલ પર નોધણી કરો
નોધ:- Ikhedut 2.0 portal પર નોંધણી કર્યા પછી તમે નવા ઘટક ની અરજી કરી શકશો.
આ પણ વાંચો : ખરીદવી હોય તો શોરૂમ પહોંચી જાઓ, આવી ગઈ નવી Hero Super Splendor XTEC 2025
Ikhedut 2.0 portal અરજી કરવાની પ્રક્રિયા
- લોગિન કરો: આઈ-ખેડૂત પોર્ટલ પર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- યોજના પસંદ કરો: જે યોજનાનો લાભ લેવો હોય તે પસંદ કરો (દા.ત. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય).
- ફોર્મ ભરો: જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
- સબમિટ કરો: અરજીની સ્થિતિ “અરજી દાખલ થઈ” એમ સ્ક્રીન પર દેખાશે.
ikhedut 2.0 પ્રેસ નોંધ

તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તેઓ આ તકનો સંપૂર્ણ લાભ લેવા અને ગુજરાત સરકારની કૃષિ સહાય યોજનાનો લાભ મેળવવા માટે સમયમર્યાદા પહેલા તાત્કાલિક અરજી કરે.